. . .

શ્યાઓમી કરતાં પણ સસ્તું છે આ કંપનીનું ટીવી, Android TV ફક્ત રૂપિયા ૪૯૯૯ માં

શ્યાઓમી કરતાં પણ સસ્તું છે આ કંપનીનું ટીવી, Android TV ફક્ત રૂપિયા ૪૯૯૯ માં

ભારતીય બજારમાં પાછલા વર્ષે શનિ દ્વારા ઓછી કિંમતનો સ્માર્ટ ટીવી લોન્ચ કરીને એક નવી જ ક્રાંતિ ને જન્મ દેવામાં આવ્યો હતો. આ ક્રાંતિને આગળ વધારતા હવે સેમી ઇન્ફોર્મેટિક્સ નામની કંપનીએ ભારતીય બજારમાં પોતાનો એકદમ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી લોન્ચ કર્યું છે.

આ સ્માર્ટ ટીવી ની કિંમત 4999 રૂપિયા છે. મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવેલ આ ટીવી ની સાઈઝ 32 ઇંચ છે. પરંતુ જો તમે આ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે અમુક બાબતો વિશે જાણકારી મેળવી લેવી જરૂરી છે. ચાલો તો અમે તમને સ્માર્ટ ટીવી ખરીદવા માટે ની રીત અને તેના સ્પેસિફિકેશન્સ વિશે જાણકારી આપી દઈએ છીએ.

આ 32 ઇંચનું android tv ખરીદવા માટે તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોવો જરૂરી છે કારણ કે આ ટીવી ને ખરીદવા માટે તમારે ગુગલ પ્લે સ્ટોર પરથી સૌથી પહેલા સૈમી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને આ એપ્લિકેશનના માધ્યમથી જ તમે ટીવી ખરીદી શકો છો. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે ટીવી બુક કરાવવાનો રહેશે. હકીકતમાં આ ટીવી જીએસટી પછી તમને 5899 પડશે. વળી 500 રૂપિયા ઉમેરીને આ ટીવી તમને 7400 રૂપિયા નું પડશે.

ફક્ત એટલું જ નહીં પરંતુ આ ટીવીને ખરીદવા માટે તમારે આધાર નંબરની પણ જરૂર પડશે. વળી આ ટીવીમાં પહેલાથી જ ફેસબુક અને યુટ્યુબ એપ્લીકેશન ઈન્સટોલ છે. આ સિવાય જો તમે પોતાની પસંદગીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માંગતા હોય તો અલગથી કરી શકો છો. આ ટીવી ફક્ત ઓનલાઇન જ ઉપલબ્ધ છે જેને તમે કેશ ઓન ડિલિવરી દ્વારા પણ મંગાવી શકો છો.

આ ટીવીનું સ્ક્રીનનું રિઝોલ્યુશન 768 પિક્સેલ છે. આ ટીવી પર યુઝર્સ મૂવી તથા ટીવી શોઝ જોવા માટે વેબ બ્રાઉઝિંગ અને ગેમ રમવા જેવા ઘણા કામો કરી શકે છે. આમાં 4 જીબીની રેમ અને 512 એમબી નું સ્ટોરેજ દેવામાં આવ્યું છે. આ સિવાય ટીવીમાં 2 usb port, 2 HDMI પોર્ટ અને એક VGA પોર્ટ દેવામાં આવેલ છે

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!