. . .

વૃદ્ધાશ્રમમાં રહેતી ઘરડી માં એ દિકરા ને મોકલેલો પત્ર વાંચીને ચોંકી જશો

વૃદ્ધાશ્રમમાં રહેતી ઘરડી માં એ દિકરા ને મોકલેલો પત્ર વાંચીને ચોંકી જશો

પતિના મોત પછી છેલ્લા ૨૦ વર્ષથી જમનાબેન વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. પાંચ દીકરા હોવા છતાં જમનાબેન કોઈ એક દીકરા સાથે પણ લેવા નહોતા માગતા કારણ કે તેમને સાથે રાખવા માટે દીકરાઓ વચ્ચે કાયમ ઝઘડાઓ થતા દરેક દીકરાની ઈચ્છા હતી કે માતા જમનાબેન તેમની સાથે રહે. પરંતુ જમનાબેન એ તેમના પાંચ દીકરા માંથી એક દીકરાની વાત માન્યા વગર વૃદ્ધાશ્રમમાં જવાની જીદ પકડી હતી. દીકરાઓ વિનંતી કરતા રહ્યા પરંતુ જમનાબેન એક ન થયા તો ન જ થયા. થાય પણ શા માટે કારણ કે જમનાબેન ના પતિ મગનલાલ તેમના પત્ની માટે ઘણી બધી સંપત્તિઓ મૂકીને ગયા હતા.

મગનલાલ પટેલ સ્વભાવે થોડા આકરા હતા. મગનલાલ નો છોકરો હોવાના કારણે તે વાતવાતમાં ગુસ્સે થઇ જતા હતા. મગનલાલ તેમની પત્ની જમનાબેન કરતા દસ વર્ષ મોટા હતા. પરંતુ ક્યારેય મગનલાલ એ પોતાની પત્ની જમનાબેન પર ગુસ્સો કર્યો નહોતો. મગનલાલ પટેલ સરકારી અધિકારી તરીકે કામ કરતા હતા. જમનાબેન અને મગનલાલ ખૂબ સુખી હતા. ભગવાને તેમના ઉપર કૃપા વરસાવી હતી.

દીકરાઓને મગનલાલ નો સ્વભાવ ગમતો ન હતો. પરંતુ સામે એટલો જ પ્રેમાળ સ્વભાવ માતા જમનાબેન નહોતો જ્યારે મગનલાલ દીકરાઓને ઠપકો આપતા અને મારતા ત્યારે જમનાબેન પ્રેમ આપી પોતાના દીકરાઓને સંભાળતા હતા. દીકરાઓની ઉંમર વધતાની સાથે જ તેમના સ્વભાવના કારણે તેમને અણગમો લાગતો હતો. જેમ જેમ દીકરાઓ ના લગ્ન થતા ગયા તેમ તેમ દીકરાઓ પોતાના પિતાથી અલગ થવા લાગ્યા.

દીકરાઓને માતા છોડવી ગમતી ન હતી પરંતુ પિતા સાથે રહી પણ નહતા શકતા. જ્યારે દીકરા અલગ થવાની વાત કહેતા ત્યારે જમનાબેન તેમને એક જ સલાહ આપતા કે દીકરાઓ સાથે રહેશો તો ગમે મુશ્કેલીમાં પણ માથી પણ બહાર નીકળી જઈશું. તમારા પિતા તો તમારા ભલા માટે જ કહે છે. પરંતુ દીકરાઓ માતા-પિતા નો ભાવ સમજ્યા વગર જ અલગ થતા રહ્યા. મગનલાલ પણ સમય આવતા મૃત્યુ પામ્યા.

દીકરાઓ પિતાનો ક્રિયા કરમ થયા બાદ માતા ને સાથે લઈ જવા માટે હાથ જોડી રહ્યા હતા. તેનું તેના બે કારણ હતા એક તો જમનાબેન પાસે રહેલી લાખો રૂપિયાની સંપત્તિ અને બીજો દીકરાઓને ગમતો માતાનો સ્વભાવ પરંતુ જમનાબેન એ બધાને ના પાડતા કહ્યું કે તમારા પિતાનું અવસાન તમારા વિના કારણે થયું છે.

જમનાબેન એ કહ્યું કે હું વૃદ્ધાશ્રમમાં રહીશ. જમના બેન ને પોતાની બાકી રહેલી જિંદગી દીકરાઓ સાથે નહીં પણ વૃદ્ધાશ્રમમાં ગાળવાનું નક્કી કર્યું. શરૂઆતમાં વૃદ્ધાશ્રમમાં જમનાબેન ને ગમતું નહોતું પરંતુ સમય જતાં જમના બેન ને વૃદ્ધાશ્રમમાં લાગ્યો કારણ કે ત્યાં તેમના જેવા ઘણા બધા વૃદ્ધો હતા. જમનાબેન ને તેમના દીકરાઓ વૃદ્ધાશ્રમમાં વારે-તહેવારે મળવા જતા હતા પરંતુ ક્યારેય માતા ની જરૂરિયાત પૂછતા નહીં. તેઓએ આવતા સાથે રહેતા જમતા અને જતા રહેતા.

તે થોડા સમય બાદ ચોમાસાની એક રાત્રિમાં જમનાબેન મૃત્યુ થયું. ચાલુ વરસાદે પણ તેમના દીકરાઓ પહોંચી ગયા. વૃદ્ધાશ્રમ ના મેનેજર તેમના દીકરાઓને મૃતદેહ આપતા સમયે કાગળ હાથમાં આપ્યો સૌથી મોટા દીકરા દુર્ગેશે કાગળ વાંચવાની શરૂઆત કરી. વાંચતાની સાથે જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બધાને થયું કે એવું તો શું લખ્યું છે માતાએ કાગળમાં નાના દીકરા રાહુલ એ કાગળ હાથમાં લઇ મોટેથી વાંચવાનું શરૂ કર્યું.

જેમાં ૨૦ વરસની સંવેદનાઓ જમનાબેને થોડીક જ લાઈનમાં લખેલી હતી: “દીકરાઓ તમે અને તમારા પિતા ને છોડીને જતા રહ્યા એનો વાંધો નહીં પરંતુ તમારા તમારો સ્વભાવ પિતા છોડાવવા માંગતા હતા. તે લાલ જ તમે છોડી ના શક્યા વારે તહેવારે આવતા દીકરાઓ મારા મૃત્યુ બાદ મારી ઓરડીમાં એક પંખો નખાવી આપજો. પરંતુ હું તો ગરમી સહન કરીને મૃત્યુ પામી ગઈ પરંતુ કાલ સવારે જો તમારે અહીં આવવાનું થશે તો તમે ગરમી સહન નહીં કરી શકું.”

કાગળ પૂરો થતાની સાથે જ તેમના સંતાનો અને દીકરાઓ ની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા વરસાદ પણ બંધ થઇ ચૂક્યો હતો અને બધા જમનાબેન નો મૃતદેહ લઈને ઘરમાંથી બહાર નીકળી ગઈ.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!