. . .

આ રેસ્ટોરન્ટમાં તમે ગમે એટલુ ખાઓ, નહીં ચૂકવવું પડે બિલ

તમે ક્યારેય એવી રેસ્ટોરન્ટ ની કલ્પના કરી છે જ્યાં તમને મેનુમાં વસ્તુની સામે કિંમત 0 (શૂન્ય) લખેલી હોય? અને નીચે લખ્યું હોય કે તમારા ભોજનના પૈસા તમારી પહેલા આવેલા વ્યક્તિ દ્વારા ચૂકવી દેવામાં આવ્યા છે. આશ્ચર્યમાં પડી ગયા ને? પણ હાં, આ વાત બિલકુલ સાચી છે. આ રેસ્ટોરન્ટ બીજે ક્યાય નહીં પરંતુ આપણાં ગુજરાતનાં અમદાવાદમાં જ આવેલું છે.

સ્વયંસેવકો દ્વારા સંચાલિત અને સામાન્ય કર્મચારીઓ દ્વારા સંચાલિત અહી ભોજન બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે. અહી ખૂબ જ આદર અને સત્કારથી અતિથિ ભાવથી ભોજન બનાવવામાં અને પીરસવામાં આવે છે.

અહી પે-ઈટ-ફોરવર્ડની ભાવનાથી આ સેવા કાફે ચલાવવામાં આવે છે, મતલબ કે તમારી અગાઉ જે વ્યક્તિ જમીને ગયો એ જે રકમ ચૂકવી એ તમારા ભોજનની હતી અને તમે જે રકમ પોતાની ઈચ્છા અનુસાર ચૂકવશો એ તમારી પછી આવનારા વ્યક્તિ માટે હશે. આ રીતે આ સમગ્ર સાંકળથી આ રેસ્ટોરન્ટ ચાલે છે. છતાં પણ આ રેસ્ટોરન્ટ ની ખાસ વાત તો એ છે કે ત્યાં સ્વાદિષ્ટ અને સારી ગુણવતાનું ભોજન આપવામાં આવે છે.

આજે પૂરી દુનિયા કોઈને કોઈન બિજનેસ કરવા પાછળ ભાગી રહી છે ત્યારે માનવ સદન, ગ્રામ શ્રી એ સ્વચ્છ સેવા જેવા NGO મળીને આ કાફે ચલાવે છે. આ સેવા કાફે ગિફ્ટ ઈકોનોમી ના મોડેલ પર કામ કરે છે. ગિફ્ટ ઈકોનોમીનો મતલબ છે કે ગ્રાહક જમ્યા બાદ પોતાની ઈચ્છા અનુસાર પૈસા ચૂકવે છે. કોઈપણ ઓર્ડર માટે ગ્રાહકે પૈસા ચુકવવાના નથી હોતા, પરંતુ જમ્યા બાદ ગ્રાહકને જે રકમ આપવાની ઈચ્છા થાય તે આપી શકે છે.

અમદાવાદમા આવેલ આ “સેવા કાફે” ૧૧ થી ૧૨ વર્ષથી સતત ચાલી રહ્યું છે. સેવા કાફેમાં ગ્રાહકો પર નિર્ભર રહે છે કે તેઓ ભોજન લીધા બાદ પૈસા આપવા માંગે છે કે નહીં. સેવા કાફે ગુરુવાર થી રવિવાર ના દિવસે સાંજે ૭ વાગ્યાથી લઈને રાતે ૧૦ વાગ્યા સુધી ખૂલું રહે છે. તેમનો લક્ષ્ય એ છે કે આ ત્રણ કલાકમાં તેઓ ૫૦ લોકોને ભોજન કરવી દેવામાં આવે.

રેસ્ટોરન્ટના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ અહી જમવા આવે છે ત્યારે તેઓ તેને ગ્રાહક તરીકે નથી જોતાં પરંતુ તેને પોતાના પરિવારના એક સદસ્ય તરીકે જોવામાં આવે છે. અહી રેસ્ટોરન્ટમાં થતી તમામ આવક પારદર્શક બનાવવામાં આવી છે, અને તેનો ૧૦૦% નફો સામાજિક કાર્યોમાં અને પ્રોજેક્ટને સમર્થન આપવામાં થાય છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!