. . .

માતાજીનાં આ મંદિરમાં ૨૦૦૦ વર્ષથી અખંડ પ્રજ્વલિત છે જ્યોત, હવાથી પણ નથી બુજાતી જ્યોત

માતાજીનાં આ મંદિરમાં ૨૦૦૦ વર્ષથી અખંડ પ્રજ્વલિત છે જ્યોત, હવાથી પણ નથી બુજાતી જ્યોત

મધ્યપ્રદેશના આગળ માલવા જિલ્લા મુખ્યાલયથી ૨૦ કી.મી દુર આવેલ છે બીજા નગરી અને અહીંયા પર આવેલ છે શક્તિ સ્વરૂપ હરસિધ્ધિ માતાજીનું ચમત્કારી મંદિર. સામાન્ય રીતે તો આખું વર્ષ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઇને અહીંયા આવે છે પરંતુ નવરાત્રિ દરમિયાન અહીંયા જાણે આસ્થા નો મેળો ઉભરાય છે.

આ મંદિરને લઇને એવી માન્યતા છે કે અહીં આ લગભગ 2000 વર્ષોથી અખંડ જ્યોતિ પ્રજ્વલિત છે જે હોવાથી પણ બુજતી નથી. મંદિર વિશે કહેવામાં આવે છે કે અહિયા અવારનવાર ઘણા પ્રકારના ચમત્કારો થતા રહે છે. આ મંદિરની ખ્યાતિ ફક્ત ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેલાયેલી છે. પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ માતાજીના મંદિરે માથું નમાવી ચૂક્યા છે.

શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર દિવસભરમાં માતાજીના ત્રણ સ્વરૂપ દેખાય આવે છે. માતાજીની મૂર્તિ સવારે બાળપણ સ્વરૂપમાં હોય છે, બપોરના સમયે યુવાન ના સ્વરૂપમાં હોય છે અને સાંજના સમયે વૃદ્ધાવસ્થામાં નજર આવે છે. અહીંયા પ્રજ્વલિત અખંડ જ્યોતિ માં દર મહિને દોઢ ક્વિન્ટલ તેલ ચઢાવવામાં આવે છે જ્યારે નવરાત્રી દરમિયાન ૧૦ ક્વિન્ટલ તેલ ની જરૂર પડે છે. અહીંયા માનતા માટે શ્રદ્ધાળુઓ ગાયના છાણમાંથી ઊલટો સ્વસ્તિક બનાવે છે અને જ્યારે માનતા પૂરી થઈ જાય છે ત્યારે ફરીથી મંદિરમાં આવીને સીધો સ્વસ્તિક બનાવે છે.

ગામમાં ઘણીવાર કુવાના ખોદકામ દરમિયાન પુરાતત્વ મહત્વની મૂર્તિઓ નીકળી છે. આ મંદિર મધ્યપ્રદેશ પુરાતત્વ વિભાગને આધીન છે. મંદિર તથા ખોદકામ દરમિયાન મળી મૂર્તિઓની દેખભાળની તથા સારસંભાળ ની સમગ્ર જવાબદારી પુરાતત્વ વિભાગની છે. લોકોની ફરિયાદ છે કે મંદિરની તથા મૂર્તિઓની સારી રીતે દેખરેખ અને સાર સંભાળ રાખવામાં નથી આવતી. વિભાગની મંજૂરી ન હોવાને લીધે લોકો પણ અહીંયા વિકાસના કામો નથી કરી શકતા.

એવી માન્યતા છે કે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય ના સમયમાં તેમના ભાણેજ વિજયસિંહ અહીંયા પર શાસન કરતા હતા. વિજયસિંહ ઉજ્જૈનમાં સ્થિત હરસિધ્ધિ માતાજીના બહુ જ મોટા ભક્ત હતા અને તેઓ રોજ સ્નાન કર્યા બાદ પોતાના ઘોડા પર બેસીને ઉજ્જૈન સ્થિત હરસિધ્ધિ માતાજીના મંદિરમાં દર્શન માટે જતા હતા અને ત્યાર બાદ જ ભોજન કરતા હતા.

એક દિવસ હરસીધ્ધી મા એ રાજાને સપનામાં દર્શન આપ્યા અને રાજાને બીજા નગરી માં જ મંદિર બનાવવાની અને એ મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં રાખવાનું કહ્યું. રાજાએ પણ માતાજીના કહ્યા અનુસાર જ કર્યું. ત્યારબાદ માતાજી ફરી રાજા ના સપના માં આવ્યા અને કહ્યું કે તેઓ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે તથા તમે જે દરવાજો પૂર્વ તરફ રાખ્યો હતો તે હવે પશ્ચિમમાં થઈ ગયો છે. રાજાએ જ્યારે જોયું તો તેના આશ્ચર્યનો કોઈ પાર નહોતો રહ્યો કારણ કે મન નો દરવાજો હકીકતમાં પશ્ચિમની તરફ થઈ ચૂક્યો હતો.

#NGM Magazine

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!