. . .

મેગીનાં ભજીયા ઘરે બનાવો અને નાના-મોટા સૌ કોઈને ખુશ કરી દો, રેસિપી માટે વાંચો અહી

ઠંડીની મોસમમાં બધુજ ગરમાગરમ ખાવાનું મન થાય છે. તેમાં પણ ખાસ કરીને ભજીયા હોય તો જલ્સા પડી જાય. ઠંડીની મોસમમાં અત્યારે લોકો અડદિયા, કચરિયું અને શિયાળુ પાક જેવી વાનગીઓ બનાવીને ખાય છે. ગુજરાતી લોકો આમ પણ ખાવાના બહુ જ શોખીન હોય છે. તો અમે લોકો ખાવાના શોખીનો માટે મેગીના ભજીયાની રેસીપી જણાવીશું જે તમે ઘરે બનાવીને તેની મજા માણી શકો છો.

મેગીનું નામ સાંભળતા જ આમ તો નાના મોટા સૌ ખુશ થઈ જાય છે. અમને પણ આ મેગીના ભજીયા તો તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બનશે અને તમને બધાને ખાવાની મજા પડી જવાની છે. તો ચાલો તમને તેની રેસીપી જણાવી દઈએ.

સામગ્રી :

 • મેગીનું નાનું પેકેટ (મસાલા સાથેનું)
 • ૧ ટામેટાં જીણા સમારેલા
 • ૧ કેપ્સિકમ જીણા સમારેલા
 • ૧ ડુંગળી જીણી સમારેલી
 • થોડી સમારેલી કોબી
 • થોડું સમારેલું ગાજર
 • ૧ લીલું મરચું
 • ૨ ચમચી જીણી સમારેલી કોથમીર
 • ૧/૨ ચણાનો લોટ
 • મીઠું અને મરચું સ્વાદ અનુસાર
 • એક ચપટી હિંગ
 • થોડો ગરમ મસાલો

બનાવવાની રીત : સૌપ્રથમ એક તપેલી લઈને તેમાં ૨ કપ પાણી નાંખીને તેને તેને ગૅસ પર થોડો સમય ઉકળવા દો. ત્યારબાદ તેની અંદર મેગી નુડલ્સ નાંખો, ત્યારબાદ તેમાં મેગીનો મસાલો ઉમેરો.

આટલું થયા બાદ હવે બીજા એક બાઉલમાં બે વાટકી ચણાનો લોટ લો. તેની અંદર જીણી સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં, અને જીણા સમારેલા કેપ્સિકમ, સમારેલું ગાજર અને સમારેલી કોબી નાંખો. હવે આ મિશ્રણને યોગ્ય પ્રમાણમા પાણી નાંખીને તેને હલાવી લો. ત્યારબાદ તેમાં અગાઉ બાફીને તૈયાર કરેલી મેગીને તે મિશ્રણમાં ઉમેરી દો.

આ તૈયાર થયેલા મિશ્રણને બરાબર મિક્સ કરીને હલાવતા પહેલા તેમાં એક ચમચી મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો. ત્યારબાદ તેમાં જીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર બધુ મિક્સ કરી લો. હવે તે ભજીયા જેવુ જ ખીરું તૈયાર થઈ જશે.

હવે એક કડાઈમાં તેલ લો અને તેલને થોડીવાર ગૅસ પર ગરમ થવા દો. હવે તે મિક્સમાંથી હાથથી નાના નાના ગોળ આકાર બનાવીને ગરમ તેલમાં ધીમી આંચ પર તળવા મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. ત્યારબાદ તેને કડાઈમાંથી કાઢીને પેપર નેપકિન પર રાખી દો જેથી કરીને તેમાંથી વધારનું તેલ નીકળી જાય.

બસ હવે તમારા તૈયાર કરેલા મેગીના ભજીયા તૈયાર છે અને તેને સમારેલી ડુંગળી, ટોમેટો કેચઅપ અને તળેલા મરચાં સાથે સર્વ કરો.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!