. . .

એક શહીદ સૈનિક જે આજે પણ દેશની સેવામાં છે, જાણવા માટે વાંચો આર્ટિક્લ

એક શહીદ સૈનિક જે આજે પણ દેશની સેવામાં છે, જાણવા માટે વાંચો આર્ટિક્લ

ભારતીય પોલીસ હોય કે ભારતીય સેના આ બે જગ્યાઓ પર અંધવિશ્વાસ માટે કોઇ જગ્યા જ નથી હોતી. પરંતુ અહી અમે જે વાત કરવાના છીએ એ છે ભારતીય સેનાના વિશ્વાસની જે વાસ્તવિક હોવા છતાં પણ અવિશ્વસનીય છે.

એક ભારતીય સૈનિક છે જેને મરણોપરાંત પણ પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરે છે. મૃત્યુ બાદ પણ તે સેનામાં કાર્યરત છે અને તેમની બઢતી પણ થાય છે. આશ્ચર્યમાં મૂકી દેવા વાળી આ વાત છે બાબા હરભજન સિંહની.

30 ઓગસ્ટ ૧૯૪૬ ના દિવસે જન્મેલા બાબા હરભજન સિંહ, 9 ફેબ્રુઆરી 966 ના દિવસે ભારતીય સેનામાં પંજાબ રેજિમેન્ટમાં સિપાહી ના પદો ઉપર ભરતી થયા હતા. ૪ ઓક્ટોબર 1968 ના દિવસે ખચ્ચરોના એક ઝુંડને પોતાની સાથે લઈ જતા સમયે પૂર્વ સિક્કિમના નાથુલા પાસે પોતાનો પગ લપસી જવાથી ઘાટીમાં પડીને મૃત્યુ થયું હતું. પાણીના ખૂબ જ પ્રવાહને લીધે તેમનું શરીર વહીને બે કિલોમીટર દૂર જતું રહ્યું હતું. કહેવામાં આવે છે કે તેઓએ પોતાના સાથી સૈનિકના સપનામાં આવીને પોતાના શરીર વિશે જાણકારી આપી હતી. ભારે શોધખોળ બાદ ત્રણ દિવસ પછી ભારતીય સેનાને બાબાહરભજનસિહ નો પાર્થિવ દેહ એ જ જગ્યાએથી મળ્યો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે સપનામાં તેઓએ ઈચ્છા પ્રગટ કરી હતી કે તેમની સમાધિ બનાવવામાં આવે. તેમની ઇચ્છાને માન રાખતા તેમની એક સમાધિ પણ બનાવવામાં આવી છે. લોકોમાં આ જગ્યાને લઇને ખૂબ જ આસ્થા હતી જેના લીધે શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ 1982માં તેમની સમાધિ ને 9 નીચે બનાવી દીધી હતી જેને બાબા હરભજન નામથી પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે અહીંયા હજારો લોકો દર્શન માટે આવે છે. તેમની સમાધિ વિશે માન્યતા છે કે અહીના પાણીની બોટલ થોડા દિવસો માટે રાખવામાં આવે છે જેના લીધે તેમાં ચમત્કારિક ગુણ આવી જાય છે અને તેનો એકવીસ દિવસ સુધી સેવન કરવાથી શ્રદ્ધાળુઓને પોતાના રોગોમાંથી છુટકારો મળે છે.

એવું પણ કહેવામાં આવે છે કે મૃત્યુ બાદ બાબા હરભજન સિંહ નાથુલા ની આસપાસ ચીન સેનાને ગતિવિધિઓ પર નજર રાખે છે અને પોતાના મિત્રોને સપનામાં આવીને જાણકારી આપે છે, જે માહિતી હંમેશા સાચી સાબિત થાય છે. અને તેમની આ હકીકતના આધાર પર જ તેમને મરણોપરાંત પણ ભારતીય સેનામાં સેવામાં રાખવામાં આવેલ છે. તેમનું મૃત્યુ પચાસ વર્ષ પહેલા થઇ ચૂક્યું છે પરંતુ આજે પણ બાબા હરભજન સિંહની આત્મા ભારતીય સેનામાં પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. બાબા હરભજન સિંહ નાથુલા ના હીરો પણ કહેવામાં આવે છે.

બાબાના મંદિરમાં તેમના બૂટ અને બાકી સામાન રાખવામાં આવેલ છે. ભારતીય સેનાના જવાન બાબાના મંદિરની ચોકીદારી કરે છે. ફક્ત ભારત જ નહીં પરંતુ ચીન પણ આજે પણ બાબા હરભજન ના હોવા પર વિશ્વાસ કરે છે, એટલા માટે જ અન્ય દેશોની દરેક મીટીંગમાં એ ખુશી બાબા હરભજન ના નામની પણ રાખવામાં આવે છે.

બધા ભારતીય સૈનિકોની જેમ બાબા હરભજન ને પણ દર મહિને પગાર આપવામાં આવે છે. સેનાના પેરોલમાં પણ આજે પણ તેમનું નામ લખેલું છે.  સેના ના નિયમો અનુસાર તેમને પણ બઢતી આપવામાં આવે છે. ભારતીય સૈનિકો નું માનવું છે કે તેમને અહીયા એક અલગ જ શક્તિની અનુભૂતિ થાય છે.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!