. . .

Do You Know What Is Love ? You must know about love on valentine day

પ્રેમ કોને કહેવાય એ જાણવું હોય તો આજના દિવસે આ લવ સ્ટોરી જરૂરથી વાંચજો

અત્યારના સમયમાં લોકો ચહેરો જોઈને જ પ્રેમ કરે છે. કોઈ કિસ્સા માં જ એવું બનતું હશે કે કોઈએ કોઈને જોયા વગર પ્રેમ કર્યો હશે અને એમાં ભી ક્યારેક એવું પણ બનતું હશે કે પહેલા પ્રેમ કરી લે છે પરંતુ બાદ માં છોકરી કે છોકરાને જોયા પછી પસંદ ના આવે તો કોઈ ને કોઈ બહાને રિલેશન તોડી નાખે છે. અત્યાર ના સમયમાં લગ્ન પણ દેખાવડી છોકરી કે છોકરો હોય તો જ વાત આગળ ચાલે છે. એવી લવ સ્ટોરી ખુબ જ ઓછી હશે જેમાં જોયા વગર વાત લગ્ન સુધી પહોંચી ગઈ હોય અને ત્યારબાદ લગ્ન પણ કરી લીધાં હોય. આજે અમે તમને એવી જ એક લવ સ્ટોરી વિશે જણાવીશું કે જેમાં જોયા વગર અને છોકરી સાથે શું બન્યું છે એ જાણવા છતાં પણ છોકરાએ લગ્ન કર્યા.

એ યુવતીનું નામ છે પુનમ. એ યુવતી દેખાવમાં ખુબ જ સારી લાગતી હતી અને સ્વભાવ પણ ખુબ જ સારો હતો. તેના પણ જીવનમાં ઘણા સપનાઓ હતાં પણ તેની સાથે એક એવી ઘટના બની કે તેનું જીવન બદલાઈ ગયું. પોતાના ઘરમાં તે સૌથી મોટી દીકરી હતી. તેથી ઘરની બધી જ જવાબદારી તેના પર હતી. એક દિવસ તે દિલ્હી તેના સગા ને ત્યાં લગ્નમાં ગઈ હતી. લગ્નમાં પણ તે કામમાં લાગી ગઈ હતી. કામ સિવાય તેનું ધ્યાન બીજે ક્યાંય પણ નહોતું. પરંતુ લગ્નના દિવસે તેણે પોતાના ભાઈ અને પિતરાઈ ભાઈને જગડતા જોયાં.

 

બંનેના ઝઘડા ની હજુ કોઈને ખબર નહોતી અને ઝગડો એટલો વધી ગયો કે પૂનમ ને બંનેની વચ્ચે આવવું પડ્યું. તેણે બંનેને સમજવાની કોશિશ કરી પરંતુ બંને માંથી કોઈ સમજવા તૈયાર નહોતું. આખરે કંટાળીને પુનમે બંને ને એક એક થપ્પડ મારી દીધી જેના લીધે બંને શાંત થઈ ગયાં. ત્યારબાદ પુનમ ફરી તેના કામમાં વ્યસ્ત બની ગઈ. લગ્ન પણ હવે શાંતિ થી થઈ ગયા હતાં. પરંતુ પુનમ ને ક્યાં ખબર હતી કે લગ્ન બાદ તેનો ખરાબ સમય આવવાનો હતો.

આ લગ્ન બાદ પુનમ ના લગ્ન પણ ૬ મહિના બાદ હતાં. જેને લઇને તે ખુબ જ ખુશ હતી. પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકવાની ના હતી. લગ્નને હવે ફક્ત ૧૦ દિવસ જ રહ્યાં હતાં ત્યારે જે પિતરાઈ ભાઈને તેણે થપ્પડ મારી હતી તેણે જ પુનમ પર એસિડ ફેંકી દીધું. જેના લીધે પુનમને અસહ્ય દુખાવો થયો અને ચહેરો પીગળવા લાગ્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હવે પૂનમને મહિનાઓ સુધી દવાખાને રહેવું પડે એમ હતું. બીજી બાજુ છોકરાવાળા ને આ ખબર મળતાં જ તેણે લગ્ન કરવાની પણ ના પાડી દીધી.

 

 

મહિના બાદ પૂનમને દવાખાના માંથી રજા મળી અને જ્યારે પણ તે ઘરે પોતાનો ચહેરો અરીસામાં જોતી એટલે રડવા લાગતી. તેનો ચહેરો અને જીવન હવે બદલાઈ ગયું હતું. પૂનમની આ પરિસ્થિતિ જોતા તેના પરિવારે તેને મુંબઈ મોકલી દીધી અને ત્યાં તેનું મન લગાવવા તે નાનું મોટું કામ કરવા લાગી. ચહેરો ખુબ જ દાઝી ગયેલો હોવાથી પૂનમ મુંબઈ પણ કોઈની સામે સરખી રીતે જોઈ શકતી ના હતી. એક દિવસ પૂનમ કોઈ નંબર લગાવી રહી હોય છે પરંતુ ભૂલથી કોઈ બીજો નંબર લાગી જાય છે એટલે તે રોંગ નંબર કહીને ફોન કટ કરી નાખે છે.

થોડા દિવસ પછી એ જ નંબર પર થી ફરી થી પૂનમને કોલ આવે છે અને પૂનમને અવાજ ઓળખીતો લાગે છે અને તેને યાદ આવે છે કે આ રોંગ નંબર વાળો નંબર છે. સામે થી એક યુવક કહે છે કે તેણે તેની સાથે વાત કરવા માટે જ કોલ કર્યો છે. બંને વચ્ચે થોડો ટાઈમ વાતચીત ચાલે છે. ત્યારબાદ બંને રોજ આવી રીતે વાતો કરવા લાગ્યાં.

એક દિવસ પેલા યુવકે પૂનમને પ્રપોઝ કર્યું, ત્યારે પુનમે કહ્યું કે, મારો ચહેરો બળી ગયો છે એટલે તું કંઈપણ નિર્ણય લે એ વિચારીને લે જે હવે મારી સાથે વાત નહિ કરે તો પણ મને દુઃખ નહિ લાગે. આટલું કહીને પુનમે કોલ મૂકી દીધો અને એને એમ લાગતું હતું કે હવે તે યુવકનો કોલ નહિ આવે. પરંતુ બીજા દિવસે ફરી તે યુવકનો કોલ આવે છે અને ફરી આજે તે પૂનમને પ્રપોઝ કરે છે ત્યારે પૂનમ તેને કહે છે કે તું પહેલા મને જોઈ લે ત્યારબાદ જ તું નિર્ણય લેજે. ત્યારે પેલો યુવક પૂનમને કહે છે કે, મે તને પ્રેમ કર્યો છે, તારા ચહેરાને નહિ. મને કોઈ જ પ્રોબ્લેમ નથી અને મે સમજી વિચારીને જ નિર્ણય લીધો છે.

યુવક પૂનમને સમજાવીને બંને એકબીજા લગ્નનો નિર્ણય લે છે અને એકદિવસ બંનેના લગ્ન પણ થઇ જાય છે. ત્યારબાદ પૂનમ જણાવે છે કે જ્યારે તે સાસરિયે ગઈ ત્યારે ત્યાં જોયું કે ત્યાં એકપણ અરીસો લગાવેલ નહોતો. કારણકે કે પુનમે જે યુવક સાથે લગ્ન કર્યા હતા તે યુવક ઈચ્છતો ના હતો કે પૂનમ તેના ચહેરાને જોઈને દુઃખી થાય કે રડવા લાગે. પરંતુ ત્યારબાદ પુનમે જ બધી જગ્યાએ અરીસા લગાવ્યા અને બંને જણ અરીસામાં જોવે છે. પૂનમ કહે છે કે તેના પ્રેમે મારા બધા જ જખમ ભરી દીધા છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

 

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!