. . .

આ વ્યક્તિ ફક્ત ૫ રૂપિયામાં દરરોજ ૫૦૦ લોકોને જમાડે છે ભરપેટ ભોજન

આ વ્યક્તિ ફક્ત ૫ રૂપિયામાં દરરોજ ૫૦૦ લોકોને જમાડે છે ભરપેટ ભોજન

આજે જ્યારે મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી નાખી છે ત્યારે એક જગ્યા એવી પણ છે જ્યાં સૌથી સસ્તુ અને સ્વાદિષ્ટ જમવાનું મળી રહ્યું છે, અને તે પણ ફક્ત 5 રૂપિયામાં. ઉત્તર પ્રદેશના નોઈડા વિસ્તારમાં રહેવાવાળા સમાજસેવી અન્ના અત્યારના જમાનામાં કમરતોડ થી મોંઘવારીના સમયમાં ગરીબો માટે એક મસીહા સાબિત થઈ રહ્યા છે.

નોઇડાના સમાજસેવકે મોંઘવારીના આ સમયમાં બીડું ઉઠાવ્યું છે કે તેઓ ગરીબોને ભરપેટ ભોજન ખવડાવશે અને એ પણ ફક્ત 5 રૂપિયામાં. “દાદી ની રસોઈ” નામથી પ્રખ્યાત એવા ફક્ત પાંચ રુપિયામાં ભરપેટ ભોજન ના સમયમાં ખૂબ જ ચર્ચામાં છે. “દાદી ની રસોઈ” એક કરોડથી પણ વધારે લોકોની અત્યારે પસંદ બની ગઈ છે. You tube પર અત્યારે “દાદીની રસોઈ” દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યોને એક કરોડથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેને પસંદ કરી રહ્યા છે.

“દાદીની રસોઈ” નોઈડામાં ૨૯ મા ગંગા શોપિંગ કોમ્પ્લેકસમાં ચલાવવામાં આવી રહ્યું છે. અહીંયા દરરોજ ૫૦૦ થી પણ વધારે લોકો દાદીની રસોઈમાં ભોજન કરવા આવે છે. તેનું સંચાલન કરી રહેલા સમાજસેવી અનુપ ખન્ના જરૂરિયાત મંદ લોકો ને ભોજનની સાથે સાથે 10 રૂપિયામાં કપડાં અને પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખોલીને દર્દીઓનો ઇલાજ કરીને તેઓને દવા પણ ઉપલબ્ધ કરાવે છે. અનુપ ખન્નાએ “દાદીની રસોઈ” ની શરૂઆત 2015માં કરી હતી.

“દાદીની રસોઈ” નુ મેનુ રોજ રોજ બદલતું રહે છે. અહીંયા તાજી અને લીલી શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ખોરાક માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોખા પણ બાસમતી વાપરવામાં આવે છે સાથે સાથે સાફ સફાઈની ગુણવત્તાનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવે છે.

અનુપ ખન્નાએ જણાવ્યું હતું કે તેઓએ આ શરૂઆત પોતાની દાદી ની છેલ્લી ઈચ્છા થી કરી હતી. તેમના જણાવ્યા અનુસાર તેમની દાદી સરોજની ખન્નાએ તેમને કહ્યું હતું કે તેઓ ફક્ત ખીચડી ખાઈ રહ્યા છે જેના લીધે તેની ઉપર થનાર ખર્ચ પણ ઓછો થાય છે એટલે બચી ગયેલા પૈસાથી તેઓ ગરીબોને ભોજન જમાડે. અનુપ ખન્ના કહે છે કે તેમની દાદી દ્વારા કહેવામાં આવેલ આ વાત તેમને ખૂબ જ પસંદ આવી હતી અને થોડો વિચાર કરીને તેઓએ દાદી ની રસોઈ ની શરૂઆત કરી હતી.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!